ભુજ તાલુકાના પુરાસર ની વાડીમાંથી રૂા.52,500ના વાયરની ચોરી

cable-chori

copy image

copy image

ભુજ તાલુકાના પુરાસર સીમ વિસ્તારની વાડીમાંથી બે બોરની મોટરના વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આજે માધાપર પોલીસ મથકે ત્રાયા ગામના ખેડૂત એ ફરિયાદ નોંધાવેલી હતી જેમાં ગત તા.11/7ના રાતથી બીજા દિવસે સવાર સુધીમાં પુરાસર સીમમાં આવેલી તેમની વાડીમાં બે બોરની મોટરના વાયર 160 મીટર અને 30 મીટર એમ કુલ્લે રૂા.52,500ના વાયરની કોઈ અજાણ્યા ઈસમ ચોરી કરી લઈ ગયા છે.પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.