પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોના વાવેતર વિશેની શ્રેણીમાં આવો જાણીએ દાડમ વિશે
દાડમના ઉત્પાદનમાં ભારતમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. મહારાષ્ટ્ર સિવાય ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, રાજસ્થાન, ઉતરપ્રદેશ વગેરે રાજ્યોમાં દાડમનું ઉત્પાદન થાય છે. દાડમનું વૃક્ષ સૌથી ખરાબ પરીસ્થિતિઓ સામે પણ ટકી રહેવા માટે સક્ષમ છે, તેથી આપને દાડમનું ઉત્પાદન ક્યાંય પણ લઈ શકીએ છીએ, ત્યાં સુધી કે નિર્જન ભૂમિ કે, દુકાળમાં પણ તેનું ઉત્પાદન લઈ શકાય છે. એમ તો દાડમએ ઉષ્ણકટીબંધીય પાક છે. દાડમ એક શક્તિશાળી ફળ છે, તેથી તબીબો ખાસ કરીને નબળા દર્દીઓ માટે તેને લેવાની સલાહ આપે છે. તેમાં ૧૨% થી ૧૬ % ખાંડ હોય છે, જે પાચનક્રિયા માટે સારી શક્તિ પૂરી પાડે છે.ઓની દેખ-રેખ ઉત્તમ રીતે કરવામાં આવે છે એ બગીચાઓમાંથી રોગમુક્ત, ઉત્તમ ફળ આપનાર છોડને ઓળખવા માટે એના પર જુનું રંગીન કપડું બાંધી દેવું. ઝાડનાં થડની આસ પાસ જે અંકુર નીકળે તે ડાળીઓમાં પરિવર્તિત થાય છે એને કલમ માટે ઉપયોગમાં લો. કટકા કલમની લંબાઈ લગભગ ૨૨ થી ૨૬ સેમી. હોવી જોઈએ અને એના પર ઓછામાં ઓછી ચાર થી છ આંખ હોવી જોઈએ. કટકા કલમ પર જે પાંદડાઓ છે એની કલીકાઓ ને હાની પહોંચાડ્યા વિના કાઢી લો. કટકા કલમને બીજામૃતમાં ડુબાડી અને રોપવી. રોપણી સમયે કટકા કલમનો ૩/૪ ભાગ અને બે આંખો જમીનની અંદર હોવી જોઈએ. સુર્યાસ્તનાં બે કલાક પહેલા કટકા કલમ રોપવી ખૂબ જ ઉત્તમ ગણાય છે.ગુટી કલમથી પ્રસર્જન :-ગુટી કલમ પદ્ધતિ સૌથી ઉતમ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં ઝાડની દરેક ડાળીઓ કલમ કરવા માટે અનુકુળ હોય છે. પેન્સિલ આકારની ડાળી પસંદ કરી તેની આગળ અને પાછળનાં ભાગને છોડી વચ્ચેનાં ભાગમાં ૧૫ થી ૨૦ સે.મી.ની ડાળીના પાંદડા કાઢી ૨ થી ૩ સે.મી. લાંબી ગોળાકાર છાલ કાઢો અને તેના પર શેવાળને વીંટાળી દો, અને તેના પર પોલિથીન પેપરને સુતળીથી બાંધી દો. શેવાળમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે. જેથી પાણી દેવાની જરૂરીયાત નથી રહેતી. ગુટી કલમ વરસાદનાં મોસમમાં બાંધવું ઉત્તમ ગણાય છે.રોપણી :-ખેતરમાં દાડમની કલમને ૧૨ x ૧૨ ફુટ, ૧૨ x ૧૫ ફૂટ અને ૧૫ x ૧૫ ફૂટ ની જગ્યા રાખી રોપણી કરવામાં આવે છે. ખેતરમાં ત્રણ ત્રણ ફૂટે નીક બનાવો. આ રીતે ૧૨ ફૂટે ચાર નીકો નીકળશે.પહેલી નીકમાં ગુટી કલમને ખાડો ખોદીને રોપો અને રોપેલી ગુટી કલમો પાસે કોઈ લાકડી કે ડંડાનો આધાર ખોદીને ઉભો રાખી એને સુતળી અથવા દોરીથી બાંધી દો. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બાકીના અંતરમાં આ રીતે રોપી દો. રોપતા પહેલા ૧૦૦ કિલો દેશી ગાયના છાણનું ખાતર ૫૦ કિલો ઘન જીવામૃત અને ૩૦૦ કિલો ત્યાંની જ માટીનું મિશ્રણ તૈયાર કરો અને રોપણી સમયે આ ત્રણના મિશ્રણનો ઉપયોગ દરેક ગુટી કલમ અને આંતર પાક સાથે કરો.રોપણી બાદ તરત જ જીવામૃત સાથે પાણી આપો. કલમનાં વધવાથી જમીન પર જે કલમનાં અંકુર ઊગી નીકળશે એને કાઢી લો, માત્ર જમીન થી ૧૫ થી ૨૦ સે.મી.ની ઉંચાઈ પર જે ચાર પાંચ સારી ડાળીઓ આવે એને જ વધવા દો, ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આંતર પાકો સુધારેલ એરંડા, તુવેરના બીજ લગાવો અને દરેક બે છોડ વચ્ચે મરચાં તેમજ ડાળીઓના બંને ઢાળ પર, ગલગોટા, ગાદલીયા, વેલા વાળા શાકભાજી, ટમેટા, રીંગણ, ગુવાર વગેરેના બીજ અથવા છોડ વાવી દો.જીવામૃત:-વરસાદની ઋતુમાં જ્યારે વરસાદ બે-ચાર દિવસ માટે રોકાય જાય ત્યારે થોડું-થોડું જીવામૃત બધી કલમ તથા આંતર પાકોની બાજુની જમીન પર નાખી દો. મહિનામાં એક કે બે વાર જીવામૃત નાખવાનું હોય છે. વરસાદની ઋતુ પૂરી થઈ જાય ત્યારબાદ સિંચાઈનાં પાણીની સાથે મહિનામાં એક કે બે વાર જીવામૃત ૨૦૦ થી ૪૦૦ લીટર પ્રતિ એકરનાં હિસાબથી નાખવું. મહિનામાં એક થી બે વાર બધા પાક પર ૧૦૦ લીટર પાણીમાં ૫ લીટર જીવામૃત ભેળવી તેનો છંટકાવ કરો. ત્યાર બાદ ૧૦૦ લીટર પાણીમાં ૭ લીટર જીવામૃત ભેળવી છંટકાવ કરવો અને ત્યાર બાદ ૧૦૦ લીટર પાણીમાં ૧૦ લીટરના હિસાબથી જીવામૃત ભેળવી છંટકાવ કરતો રહેવો.મલ્ચીંગ :-જીવામૃત અને આચ્છાદનને પરસ્પર ગાંઢ સંબંધ છે. શરૂઆતમાં આંતર પાકો તૈયાર થાય ત્યાર બાદ એ સજીવ આચ્છાદન બની જાય છે. જ્યારે આંતર પાકોની ઉમર ઉત્પાદન બાદ પૂર્ણ થઈ જાશે ત્યારે આ પાકના અવશેષો આચ્છાદન બની જાશે. સરગવાના વૃક્ષ પરથી લીલી શીંગ તોડયા બાદ તેની છટણી કરવામાં આવશે તેનો કચરો પણ મલ્ચીંગનું કામ કરશે. છાંટણીનો બીજો લાભએ થશે કે નવા અંકુર તેના પર વધુ ઝડપથી આવશે અને ત્યાર બાદનું આચ્છાદન આપણને વધુ ઝડપથી વધુ માત્રામાં મળશે. આંતર પાકોને તમારે ખાલી જગ્યા પર વાવવાના રહેશે જેથી નીચે આચ્છાદન અને ઉપર સજીવ આચ્છાદનથી અસંખ્ય જીવાણું અને અળસીયા પેદા થશે. જે ઘણા વર્ષો સુધી દરેક ઝાડ-છોડના મૂળ ને પુરતા પોષક તત્વો આપતા રહેશે જેનાથી આપણે ઉપર થી કઈ પણ ઉમેરવાની જરૂર રહેશે નહિ.પાક સુરક્ષા :-દાડમને ગાઢ છાયો જોઈએ. દાડમનાં ઝાડ જો ખુલ્લા આકાશમાં હોય તો તે યોગ્ય ઉત્પાદન આપતું નથી. તેથી એરંડા અને સરગવાના ઝાડનાં માધ્યમથી તેને છાયાની વ્યવસ્થા કરી આપવી જોઈએ.જો આપણે ઓછી કિંમતમાં ખેતીની બધી વસ્તુઓનો અમલ કરીએ તો રોગ-જીવાત આવતા નથી. જ્યારે આપણે આમાં કોઈ ખામી રાખી દઈએ ત્યારે પ્રતિકારક શક્તિ પુરતા પ્રમાણમાં વિકસિત બનતી નથી જેથી તેમાં કીટકો નુકશાન કરે છે અને બીમારી લાગુ પડી શકે છે. એના બચાવ માટે તમારે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ. આપણે જ્યારે દાડમના ઝાડની છટણી કરીએ તે જ દિવસે સાંજે અથવા બીજા દિવસે, ઝાડની બે હાર વચ્ચે સળગતી મશાલ લઈ દોડો. જેથી દાડમને ખાનાર ૬૦% કીટકો મશાલનો દાહ લાગવાથી બળી જશે.દાડમને નુકશાન કરે એવા કીટકો, થ્રીપ્સ, જેસીડ, અનાર કેટર પિલર, માઈટ ઇડર બેલ, સ્ટેમ બોરર વગેરે છે. આ કીટકોથી બચવા નીમાસ્ત્ર, અગ્નીયસ્ત્ર, બ્રમ્હાસ્ત્ર, વાયવીંડગાસ્ત્ર વગેરેનો છંટકાવ કરવો જોઈએ. આનાથી છુટકારો મેળવવા જીવામૃત, વાફુસા, આચ્છાદન વગેરે ખૂબ જ ઉપયોગી છે. એમાં ખાટી છાશનો છંટકાવ પણ ખુબ જ ઉપયોગી છે.આમ, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે ચાલો આપણે પણ કૃષિ ક્ષેત્રે ‘બેક ટુ બેઝિક’ના મંત્રને યાદ રાખી આપણાં મૂળ સાથે જોડાઈએ, પ્રાકૃતિક કૃષિ અપનાવીએ.