એકતાનગર ( પાનધ્રો )માં શોભા યાત્રા સાથે વર્ષા મહાયજ્ઞ નો આરંભમોટી સંખ્યામાં લોકો જોડાયા

image

કચ્છના છેવાડાના વિસ્તાર લખપત તાલુકામાં હજુ સુધી સચરાચર વરસાદ થયો ન હોવાથી દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ હજુ સુધી મેઘરાજાની પધરામણી ન થતાં ઘાસચારાની થયેલ વિકટ પરિસ્થિતિ વચ્ચે મોંઘા અબોલ પશુધનની હાલત કફોડી બની છે ત્યારે આ વિસ્તાર સહિત સમગ્ર કચ્છમાં વહેલી તકે સચરાચર વરસાદ થાય તે માટે તાલુકાના એકતાનગર ( પાનધ્રો ) ખાતે આજથી શરૂ થયેલા વર્ષા મહાયજ્ઞને લઈને વહેલી સવારે અહીંના ગરબીચોક ખાતેના હનુમાનજીના મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળ્યા બાદ હતી યજ્ઞશાળા ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
. પર્યાવરણ સંતુલન અને શુદ્ધિકરણ માટે વૈજ્ઞાનિક પ્રયોગ અંતર્ગત મેઘરાજાને રીજવવા તાલુકાના એકતાનગર ( પાનધ્રો ) ખાતે આવેલા જલારામ બાપાના મંદિર પરિસરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા આયોજિત છ દિવસીય ” વર્ષા મહાયજ્ઞ “ને લઈને વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા યજ્ઞ મંડપ મધ્યે આવી પહોંચેલ શોભાયાત્રા બાદ અહીં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય બાદ ધાર્મિક વિધિ સાથે યજ્ઞ વિધિનો આરંભ થયો હતો તા. 22/8 થી 27/8 સુધી ચાલનારા મહાયજ્ઞના આચાર્ય પદે ડૉ. કમલ નારાયણજી આર્ય રાયપુર ( છત્તીસગઢ ) તેમજ ડૉ. ચંદ્રગુપ્ત આર્ય પંચકુવા (હરિયાણા ) તેમજ આર્યવન આર્ષ કન્યા ગુરુકુળની બ્રહ્મચારીણી બહેનો ( રોજ્જડ ) દ્વારા મંત્રોચાર સાથે આહુતિઓ આપવામાં આવી હતી અહીં શરૂ થયેલ યજ્ઞમાં આવનારા દરેક ભાવિકો યજ્ઞમાં આવતી આપવાનો લાભ લઈ શકશે તો બીજી તરફ સંભવત લખપત તાલુકામાં પર્યાવરણ સંતુલન અને પર્યાવરણ શુદ્ધિકરણ અંતર્ગત અહીં સૌપ્રથમ વખત આ પ્રકારના વર્ષા મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે
યજ્ઞમાં ગાયના શુદ્ધ ઘી અલગ અલગ 84 પ્રકારની ઔષધીઓ,22 પ્રકારના ધાન્ય,18 પ્રકારના સુકામેવા તેમજ 82 પ્રકારની જડીબુટીથી સોમરસ બનાવી યજ્ઞ કુંડ માં ધારા સ્વરૂપે આવતી આપવાની સાથે સૂકા નાળિયેર, કેળા,શેરડી વગેરેની આહુતિઓ આપવામાં આવશે તો બીજી તરફ અહીં સૌ પ્રથમ વખત યોજાઈ રહેલા આ મહા યજ્ઞની આયોજન વ્યવસ્થા સ્થાનિક તેમજ આસપાસના ગામોના ગૌ ભક્તો તેમજ ભાવિકો દ્વારા સંભાળવામાં આવી રહી છે