ચકાર (કોટડા)માં યુવાનનો અગમ્ય કારણે આપઘાત
copy image
ભુજના ચકાર (કોટડા)માં 27 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી માહિતી અનુસાર , હતભાગી યુવાન પોતાના ઘરે હતો, ત્યારે કોઈ અગમ્ય કારણે તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પદ્ધર પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.