મુંદરામાં પતિ સામે જ પત્નીને ટ્રકે કચડી નાખી

મુંદરા પોર્ટના ગોદામ નજીક મજૂરી કરતા પતિની નજરની સામે જ તેની પત્નીને ટ્રકે કચડી નાખતાં ગંભીર ઇજાના પગલે તેનું મોત થયું હતું.આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના અને હાલે નાના કપાયા રહેતા તથા એક્ટિવ કાર્ગો મુવર્સમાં મજૂરી કરતાએ મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર બંને સવારે રાબેતા પ્રમાણે સી બર્ડ સીએસએફમાં મજૂરી કામે ગયા હતા. બપોરે ત્રણ વાગ્યે તે ગોદાન નં. 1 પાસે ઊભો હતો અને પત્ની પગે ચાલી તેની પાસે આવી રહી હતી ત્યારે ગોદામ-1 અને બેની વચ્ચે ટ્રકના ચાલકે બેદરકારી અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી ડ્રાઇવર સાઇડે વળાંક લેતાં ફરિયાદીની પત્નીને અડફેટે લઇ ટ્રકની ડ્રાઇવર સાઇડનું પાછળનું ટાયર તેના પર ચડાવી દેતાં રાડારાડ કરી હતી.ફરિયાદી અને અન્યો ત્યાં દોડી જઇ ઘાયલને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.