દાદાએ જ ડરાવીને સગીર પૌત્રીને હાવસનો શિકાર બનાવી
copy image

માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ બાળકરૂપી પૌત્રીની સાર-સંભાળની જવાબદારી જેના ઉપર હોય તેવા જ દાદા તેની સગીર પૌત્રીને ડરાવી ધમકાવી શારીરિક શોષણ કરે તો તેને દાદા કહેવાય જ કેમ… ? આવો જ એક બનાવ નખત્રાણાના તાલુકામાં બન્યો છે. નખત્રાણા પોલીસ મથકે ખુદ 14 વર્ષની સગીરાએ જ તેના દાદા વિરુદ્ધ આ જઘન્ય અપરાધ અંગે ફરિયાદ નોંધાવી ત્યારે ફરિયાદ સાંભળનાર લખનારના ક્રોધ સાથે ભવાં તંગ થયા અને ફિટકાર વરસી હતી. આજની તારીખે 14 વર્ષ ચાર મહિનાની આ સગીરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે તેના દાદાની સાર-સંભાળ હેઠળ હોવા છતાં છેલ્લાં બે વર્ષથી તેના દાદાએ તેને ડરાવી-ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મારકૂટ કરી અવાર-નવાર મરજી વિરુદ્ધ જબરદસ્તી કરી શરીર સંબંધ બાંધ્યા હતા. પોલીસે પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ પીઆઇ એ.એમ. પટેલે હાથ ધરી છે. તપાસકર્તા પીઆઇ શ્રી પટેલનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીની અટક કરી લેવાઇ છે. સગીરાના માતા-પિતા અંગે પૂછતાં તેમણે કહ્યું કે, સગીરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં તે તેના દાદાની સાર-સંભાળ હેઠળ હતી અને તેણે જ આ જઘન્ય અપરાધ કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે તુરંત આગળની કાર્યવાહી હાથ ધરી છે.