ગાગોદર-સામખિયાળી ધોરીમાર્ગે અકસ્માતમાં એકનું મૃત્યુ

ગાગોદર – સામખિયાળી ધોરીમાર્ગ ઉપર ટેઈલર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ થયું હતું. મેવાસા ઓવરબ્રિજ ઉપર ગત તા. 25/8ના 1.30  વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં કહ્યું હતું કે, ટેઈલરના ચાલકે રોડ ઉપર બેદરકારી રીતે કોઈ પણ પ્રકારની આડશ વિના વાહન ઊભું રાખી દીધુ હતું. દરમ્યાન પાછળથી આવતું ડમ્પરના ચાલકને આ ઊભેલ વાહન ન દેખાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ભચાઉના જુનાવાડા વિસ્તારમાં રહેતા ડમ્પરચાલકને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે છેલ્લા સ્વસ લીધા હતા. આ અંગે ફરિયાદીની ફરિયાદીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.