સુખપરના યુવકે ઝેરી દવા પી લેતાં સારવારમાં મૃત્યુ

ભુજના સુખપર ગામના 18 વર્ષીય યુવકએ ઝેરી દવા પી લેતાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. માનકૂવા પોલીસ મથકે સુખપરનાએ જાહેર કરેલી માહિતી મુજબ ગત તા.11/8ના રાતે સુખપર વાડીવિસ્તારમાં યુવકે કોઈ અગમ્ય કારણોસર દવા પી લેતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતાં તા.27/8ના રાતે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.