ખેલ મહાકુંભ-૨૦૨૬ રજીસ્ટ્રેશન શરુ
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ૨૯ ઓગષ્ટ એટલે કે રાષ્ટ્રીય રમત દિવસથી ગુજરાતના ફ્લેગશિપ રમતોત્સવ ખેલ મહાકુંભ- ૨૦૨૬ માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાળા/ગ્રામ્ય કક્ષાએથી રમતગમતની પ્રતિભાને ઓળખવા માટે યોજાનાર આ આયોજનમાં વધુમાં વધુ ખેલાડીઓને જોડાવા અપીલ કરવામાં આવે છે. ખેલ મહાકુંભ અંતર્ગત શાળા-ગ્રામ્યકક્ષા, તાલુકા/ઝોનકક્ષા, જીલ્લા-મહાનગરપાલિકા કક્ષા, ઝોનકક્ષા અને ર જ્ક ક્ષાની વિવિધ સ્પર્ધાઓઓ યોજાશે. ગાંધીધામ મહાનગરપાલિકામાં રહેતા અથવા અભ્યાસ કરતા ખેલાડીઓએ મહાનગરપાલિકાના વોર્ડ/ઝોન મુજબ જયારે કચ્છ જીલ્લાના (ગાંધીધામ સિવાયના) ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કે ભ્યાસ ખેલાડીઓએ તાલુકા-જીલ્લા મુજબ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. શાળાકક્ષાએ અં-૯, અં-૧૧,અં-૧૪,અં-૧૭ ના વયજૂથના અભ્યાસ કરતા ખેલાડીઓએ ફરજીયાતપણે
પોતાની શાળામાંથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જયારે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ પોતાની કોલેજમાં અને અભ્યાસ ન કરતા ખેલાડીઓએ જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભુજ ખાતે રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભ- ૨૦૨૬ માટે ૨૨ સપ્ટેમ્બર-૨૦૨૬ સુધી https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરી શકશે. કચ્છ જીલ્લા તથા ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારના વધુમાં વધુ ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવી આ રમતોત્સવમાં ભાગ લે અને પોતાની પ્રતિભા દર્શાવે તેવી અપીલ કરવામાં આવે છે.