ભુજ તાલુકાની શ્રી નાનારેહા પ્રાથમિક શાળા ખાતે કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ભુજ તાલુકાની શ્રી નાનારેહા પ્રાથમિક શાળા ખાતે કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અને મટકી ફોડ ઉત્સવ ઉમંગભેર સુદર મજાનું આયોજન કરવામાં આવ્યું..
શાળાના બાળકો ભગવાન શ્રી કૃષ્ણ, રાધાજી, ગોવાળિયા અને ગોવાલણ ના અવનવા પોશાકમાં તૈયાર થઈને આવ્યા. મટકી ફોડ કાર્યક્રમ બાદ રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી..
ધોરણ 6 થી 8 ના જન્માષ્ટમીની ઉજવણી કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના ઉર્વિ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું જેમાં ભાવિક ચૌહાણ અને પરિશા પોપટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી.
બાલવાટિકા થી ધોરણ 5 ના બાળકો ના કાર્યક્રમ નું આયોજન ગૌતમ પ્રજાપતિ, વિત્તલ પ્રજાપતિ, અંકિત પ્રજાપતિ અને ચંદ્રિકાબા સોઢા દ્વારા કરવામાં આવ્યું.. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન શ્રી નાના રેહા પ્રાથમિક શાળા ના આચાર્યશ્રી જટુભા રાઠોડ દ્વારા આપવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોના ચેહરા પર અનેરો આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો.