કચ્છ ના મુસાફરો માટે માઠા સમાચાર, ભુજ-અમદાવાદ નમો ભારત ટ્રેન બે દિવસ રદ

અમદાવાદ જતા મુસાફરો માટે એક અગત્ય ના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા તકનીકી કારણોસર અમદાવાદ અને કચ્છ વચ્ચે દોડતી નમો ભારત રેપિડ રેલ સેવા બે દિવસ માટે રદ કરવામાં આવી છે.

રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ટ્રેન નંબર ૯૪૮૦૧ અમદાવાદ – ભુજ નમો ભારત રેપિડ રેલ તારીખ ૨૮.૦૯.૨૦૨૬ ના રોજ રદ રાખવામાં આવી છે.

જ્યારે ટ્રેન નંબર ૯૪૮૦૨ ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ તારીખ ૨૮.૦૯.૨૦૨૬ અને તારીખ ૨૯.૦૯.૨૦૨૬ એમ બે દિવસ માટે રદ રહેશે.

રેલવે માં અચાનક સર્જાયેલી તકનીકી ખામી ના કારણે ટ્રેન રદ કરાતા કચ્છ આવતા અને જતા મુસાફરો નું ટાઈમટેબલ ખોરવાઈ ગયું છે. મુસાફરો એ પોતાની મુસાફરી નું આયોજન કરતી વખતે રેલવે ના આ નિર્ણય ની ખાસ નોંધ લેવી.