પીઓકેની ભારતમાં જોડાવાની જીદ કરી

પાક કબજાગ્રસ્ત કાશ્મીર માં નવ જૂનથી જારી વિદ્રોહના 110મા દિવસે ભારતમાં જોડાવાની માંગ બુલંદ બની હતી.સૂત્રો પરથી મળતી માહિતી ભારત સાથે જોડાઇ જવાની જીદ સાથે પીઓકેવાસીઓએ પાકિસ્તાની સેનાને પડકારી છે. અંકુશ રેખાથી માત્ર સાત કિલોમીટર દૂર પીઓકેના મંઢોલ ગામનાં મેદાનમાં અવામી એકશન કમિટીએ 25 હજાર લોકોની મોજૂદગીમાં ધરણાં કર્યાં હતાં. સમિતિના અગ્રણી નેતા સરદાર અમાન ખાને પાકિસ્તાન દ્વારા ત્રણ મહિનાથી પીઓકેમાં બંધ રાશન પુરવઠાનો સંદર્ભ આપતાં પૂછયું હતું કે, પીઓકે અને કાશ્મીર વચ્ચે મોજૂદ યુદ્ધ વિરામની રેખા ખતમ થવી જોઇએ કે નહીં. હજારો લોકોએ એકીઅવાજે જવાબમાં હા પાડી હતી. લોકોએ ફરી ફરીને કહ્યું હતું કે, અમારે ભારતમાં સામેલ થવું છે. આઇએસઆઇના સેકટર કમાન્ડર બ્રિગેડિયર અયુબ પર નામ લીધા વિના નિશાન સાધતાં ખાન બોલ્યા હતા કે, પાકના અધિકારી પીઓકે પર તેમનું રાજ હોવાના વહેમમાં છે. પીઓકેના લોકો ગુલામ નથી અને કદી પણ પાકિસ્તાનની ગુલામી સ્વીકારશે નહીં. પાકિસ્તાને છીછરી હરકત કરતાં પીઓકેને રાશન રોકી દીધું છે, પરંતુ આવુ કરીને અમારા ઇરાદાને તોડી નહી શકે તેવું ખાને કહ્યું હતું.