દીપાવલી ની સમી સંધ્યાએ 1,11,111 દીવડાઓથી ઝડકી ઉઠશે ભુજ સ્વામિનારાયણ..

image

નૂતન વર્ષે 156 વાનગીઓનો મહાઅન્નકૂટ દેવો ને ધરાવાશે

મહાપર્વ ની વ્યવસ્થા માં 11 ટીમો સાથે 100 થી વધારે સંતો, સાંખ્યયોગી બહેનો, શહેર અને ચોવીસી ના હરિભકતો કાર્યરત્

દેશ અને વિદેશ ના બે લાખ હરિભકતો થી વધારે હરિભકતો ગ્રહણ કરશે અન્નકૂટ પ્રસાદ..

વિદેશમાં વસતા હરિભક્તોને એર કાર્ગોથી પહોંચાડાશે મહાપ્રસાદ

ભુજ : કહેવાય છે કે જ્યારે સતયુગ માં
ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગોકુળમાં શરૂ કરાયેલી અન્નકૂટની પાવન પરંપરાને આજ પણ સ્વામિનારાયણ સંપ્રદાયો ના અને સનાતન મંદિરોમાં નૂતન વર્ષ ના દિવસે અન્નકૂટ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે, કોઠારી સ્વામી દેવવિહારીદાસજી સ્વામી જણાવ્યું હતું કે ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ને 16વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં એક ભવ્ય દીપોત્સવ અને મહાઅન્નકૂટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પ્રસંગે મંદિરને એકલાખ અગિયાર હજાર એકસો અગિયાર દીવડાઓથી સુશોભિત કરાશે અને ભગવાનને 156 થી વધુ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવશે. મંદિરના કાર્યવાહક વહિવટી સંત કોઠારી દેવપ્રકાશદાસજીએ વિગતો આપતાં જણાવ્યું કે, છેલ્લા 16 વર્ષોમાં મંદિર દ્વારા આયોજિત અન્નકૂટ ઉત્સવોમાં 27 લાખથી વધુ હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો છે. આ વર્ષે પણ આશરે બે લાખ ભક્તોને પ્રસાદ પહોંચાડવાનું લક્ષ્ય છે.

મહાઅન્નકૂટમાં હજારો મણ અનાજ, સુકામેવા અને અન્ય ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિરના મહંતસ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત અને વરિષ્ઠ સંતો ના માર્ગદર્શન હેઠળ સંતો, પાર્ષદો, સત્સંગી ભાઈ-બહેનો અને સાંખ્યયોગી બહેનો આ સેવાકાર્યમાં જોડાયા છે.

અન્નકૂટની ભવ્યતા

આ વર્ષે મહાઅન્નકૂટ માટે 156થી વધુ વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં મૈસુર, ફાફડા, સુખડી, મોહનથાળ, અડદિયા, પેંડા અને બરફી જેવા મિષ્ટાન અને ફરસાણનો સમાવેશ થાય છે. આ માટે 4500 કિલો લોટ, 3 હજાર કિલો ના ફાફડા, 2000 કિલો મગજ, 600 ગુણી ખાંડ, 550દેશી ઘીના ડબ્બા અને 500 તેલના ડબ્બા જેવી વિપુલ સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ વર્ષના અન્નકૂટની વિશેષતા એ છે કે તેનો પ્રસાદ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં વસતા હરિભક્તો સુધી પહોંચાડવામાં આવશે. અમેરિકા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુ.એ.ઈ. જેવા દેશોમાં એર કાર્ગો દ્વારા પ્રસાદ મોકલવાની વ્યવસ્થા કોઠારી સ્વામી નારાયણ મુની દ્વારા ગોઠવાઈ રહી છે.

આ દીપોત્સવ મહાપર્વ ની વ્યવસ્થાઓ માટે 11 જુદી જુદી ટીમો સાથે 100 થી પણ વધારે સંતો, સાંખ્યયોગી બહેનો, શહેર તેમજ ચોવીસી ના ભાઈઓ, બાયો હરિભકતો કાર્યરત છે જેમાં સદ.ગુરૂ સ્વામી ઓમાં હરિબળદેવદાસજી, કેશવજીવનlદાસજી, કોઠારી સ્વામીઓમાં નારાયણમુનિદાસજી , દેવ વિહારિદાસજી, પુરુષોત્તમ સ્વરૂપદાસજી, નીલકંઠજીવનદાસજી, વેદપ્રકાશદાસજી, દેવપ્રિય દાસજી, સરયુદાસજી, શ્રીવલ્લભદાસજી, દર્શનપ્રકાશદાસજી, નીલકંઠસ્વરૂપદાસજી, ડૉ. સત્યપ્રસાદદાસજી, ખીમજી ભગત, દિનેશ ભગત, નારાણ ભગત, તથા કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળ વ્યવસ્થા સંભાળી રહ્યા છે

દિપોત્સવીના કાર્યક્રમની રૂપરેખા

તા. ૫/૧૧ : વાઘ બારસ,૬/૧૧ ધન તેરસ,૭/૧૧ કાળી ચૌદસ, ૮/૧૧ લક્ષ્મી – ચોપડા પૂજન સાથે, (દિવાળી): સાંજે ભવ્ય દીપોત્સવ, તા. ૯/૧૧ નૂતન વર્ષ , સાથે સવારે 9 થી સાંજે 5 સુધી દેવો ના સન્મુખ અન્નકૂટ દર્શન આ દીપાવલી પર્વ ના ઉત્સવ અંગે ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી. ધર્મનંદનદાસજીએ સર્વે હરિભક્તોને ઉપસ્થિત રહી દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.