અંજારમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરાયું હોવાનો બનાવ સામે આવ્યો

rap

copy image

copy image

અંજારમાં એક કિશોરી સાથે દુષ્કર્મ આચરાયું હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ગત તા. 13-11થી 16-11 દરમ્યાન ભુજનો સાહિલ કુંભાર નામનો શખ્સ અંજારની એક કિશોરી સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવ્યો હતો. કિશોરી સાથે મિત્રતા કેળવી બાદમાં આ શખ્સ અંજાર આવી સફેદ રંગની ગાડીમાં કિશોરીને લઇ જઇ તેની ઇચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ આદરી છે.