બળદિયાની કિશોરી સાથે દુષ્કર્મ અંગે ફરિયાદ

rap

copy image

copy image

ભુજના બળદિયા ગામમાં રહેનાર એક કિશોરીને લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચરનારા શખ્સ સામે પોલીસ મથકે ગુનો નોંધયો હતો.મળતી માહિતી મુજબ બળદિયા ગામમાં રહેનાર એક કિશોરી ગત તા. 16-11ના પોતાના ઘરે સૂતી હતી ત્યારે આરોપી શખ્સ ત્યાં આવી આ કિશોરીને લઇ ગયો હતો. બાદમાં આ શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સે અગાઉ પણ કિશોરી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ આરોપી સામે માનકૂવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.