વાયોર ગામની સીમમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કરતી વાયોર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી,સરહદી રેન્જ-ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ,પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ તથા સુશ્રી મનિષા દેસાઈ સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, નલીયા વિભાગ-નલીયાનાઓએ અસામાજીક તત્વો વિરુધ્ધ માં કડકમાં કડક કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર દબાણ દુર કરાવવા સુચના આપેલ હોય તેમજ સીમાવર્તી વિસ્તાર હોય જે સુરક્ષાની દ્રષ્ટીએ ધ્યાનમાં લઈને સુશ્રી મનિષા દેસાઈ સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નલીયા વિભાગ-નલિયા દેખરેખ હેઠળ ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ

જે અનુસંધાને પોલીસ ઈન્સપેક્ટર એચ.આર.બારોટ વાયોર પોલીસ સ્ટેશન દ્વારા અબડાસા તાલુકાના વાયોર ગામની સીમમાં આવેલ બીબીમાની દરગાહ સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કરેલ દબાણ જે બાબતે વાયોર પોલીસ દ્વારા દબાણ દૂર કરવા માટે રીપોર્ટ કરેલ જે અન્વયે આર & બી વિભાગ તથા વાયોર પોલીસ દ્વારા તથા અબડાસા તાલુકા વહીવટી તંત્ર સાથે મળી તા-૨૮/૧૧/૨૦૨૬ના રોજ કુલ્લ-૨૨૦ ચો.મી. બાંધકામ જેની કુલ્લ કિંમત બજાર કિંમત રૂપીયા-૩,૫૦,૦૦૦/- તથા જમીનની કિંમત આશરે રૂ.૬,૦૦,૦૦૦/- આમ કુલ રુ. ૯,૫૦,૦૦૦/-નુ ગેરકાયદેસર દબાણ હટાવી કાયદેસરની કાર્યવાહી કરી વાયોર પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે