પાલારા ખાસ જેલ ખાતેથી છેલ્લા પાંચ વર્ષથી વચગાળા જામીન રજા પરથી ફરારી ઇનામી આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ,પશ્ચિમ-કચ્છ ભુજ

બોર્ડર રેંન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ દ્વારા પેરોલ, ફર્લો, વચગાળા જામીન ફરારી, જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે તા.૧૫/૧૧/૨૦૨૬ થી તા.૩૦/૧૧/૨૦૨૬ સુધી દિન-૧૫ ની સ્પેશ્યલ ઝુંબેશ રાખવામાં આવેલ. તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા તા.૨૧/૧૧/૨૦૨૬ થી તા.૩૦/૧૧/૨૦૨૬ સુધી દિન-૧૦ ની ડ્રાઇવ રાખવામાં આવેલ.

જે ડ્રાઇવ અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એલ.વાઘેલાનાઓ સાથે એ.એસ.આઇ. હરીલાલ બારોટ તથા પો.હેડ કોન્સ. કનકસિંહ ગોહીલ તથા ભુપેન્દ્રસિંહ ઝાલા તથા બલવંતસિંહ જાડેજા તથા પો.કોન્સ. અશોકસિંહ ઝાલા તથા ટેકનીકલ સર્વેલન્સ પો.હેડ કોન્સ. વિજયસિંહ જાડેજા તથા ડ્રા.પો હેડ કોન્સ, સુરેશભાઇ ચૌધરીનાઓ આરોપીની તપાસમાં કાર્યરત હતા. દરમ્યાન વચગાળા જામીન ફરારી કેદી નં.૧૮/૨૪- સુખજીન્દરસિંગ ઉર્ફે સુખી હજુરાસિંગ જાટ (સરદાર), ઉ.વ.૪૩, રહે.કોડાયપુલ, શ્રીનાથજીનગર, ગુરુકુળ પાસે, માંડવી-કચ્છવાળાઓ વોટસએપ વાપરતો હોઇ જેથી આ વોટ્સએપ એકાઉન્ટની માહિતી મેળવતા આરોપીની શંકાસ્પદ Gmail ID મળી આવેલ જે Gmail એકાઉન્ટની માહિતી આધારે IP Address પરથી IPDR મેળવવા તજવીજ કરવામા આવેલ બાદ એનાલીસીસ કરી જોતા મજકુર આરોપીના મોબાઇલ નંબર મળી આવેલ જેના CDR પરથી મજકુર આરોપી અવાર નવાર બાય-રોડ પંજાબ થી રાજસ્થાન ટ્રાવેલીંગ કરતો હોવાનુ ફલીત થયેલ હોય જેથી વધુમાં આરોપીના સી.ડી.આર. નુ એનાલીસીસ કરી અભ્યાસ કરતા આરોપી જામનગર-અમ્રુતસર (ભારતમાલા) હાઇવે પર અવાર નવાર આવતો હોઇ જેથી તે રોડ પર આવેલ અલગ અલગ ટોલ પ્લાઝા પાસેથી માહિતી મેળવતા ટ્રાવેલીંગ હિસ્ટ્રી જે-તે ઓથોરીટી પાસેથી મંગાવી તેની ખરાઇ કરતા મજકુર પંજાબ- જોધપુર ભારતમાલા હાઇવે પાસે ઉગલાઇ ગામે અવાર નવાર નાઇટ હોલ્ટ કરતો હોવાનુ જાણવા મળેલ.

બાદ ગત તા.૨૫/૧૧/૨૦૨૬ ના મોબાઇલ નંબરના લોકેશન મેળવતા ઉગલાઇ જોધપુર રોડ રાજસ્થાનનું આવતા જરૂરી વર્ક આઉટ કરી મંજુરી મેળવી પોલીસ કંટ્રોલરૂમ ભુજ ખાતે રવાના નોંધ કરાવી લોકેશનવાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર આરોપી માં નાગરેચા હોટલ, ઉગલાઇ જોધપુર રોડ રાજસ્થાન ખાતે મળી આવતા મજકુર આરોપીને તા.૨૬/૧૧/૨૦૨૬ ના ક.૦૫/૩૦ વાગ્યે હસ્તગત કરી બાલેસર (જોધપુર) પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની કાર્યવાહી માટે આરોપીનો કબ્જો પાલારા ખાસ જેલ ભુજ ખાતે સોંપવમાં આવેલ.