અંજાર મુન્દ્રા હાઇવે સતત બીજે દિવસે પણ અકસ્માતને કારણે રકતરંજીત બન્યો હતો. શનિવારે ખેડોઈ પાસે ટ્રેઇલરની હડફેટે ગામના આગેવાનનું મોત નિપજયા પછી ગ્રામજનોએ ખખડધજ રસ્તા સામે નેશનલ હાઇવે ઓથોરિટી સામે ચક્કાજામ કરી ૩૦ કિલોમીટર ટ્રાફિક જામ કર્યો હતો. ફરી અહીં ગઈકાલે રવિવારે કાર પલ્ટી ખાઈ જતાં બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કૈલાસ વાસુ અને અનિલ મકવાણા નામના બે યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા જયારે અન્ય બે યુવાનો સુલતાનસિંધ ભરતસિંઘ અને સુરાજકુમાર શિવનાથ પાંડે ઇજાગ્રસ્ત થયા હતા.