અંજાર હિરાપર ગામે રૂ.૧૫.૩૦ કરોડનાં સાધનોનું વિતરણ

અંજાર તાલુકાના હિરાપર ગામે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલ બિહારી બાજપેઈના જન્મદિન નિમિત્તે શ્નસુશાસન દિનલૃ અંતર્ગત ખેડૂત સંમેલન તથા કૃષિ સહાય પેકેજ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રીકટ મિનરલ ફંડમાંથી રૂ. બે કરોડના મેડીકલ સાધનો સહિત ૩૪૦ ગામો માટે દસ ફરતાં દવાખાનાના મેડીકલ વાહનોને લીલીઝંડ બતાવી પ્રસ્થાન કરાવાયું હતું. કાર્યક્રમનાં અધ્યક્ષપદેથી કચ્છના પ્રભારીમંત્રી અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, પૂર્વ પ્રધાનમંત્રીઙ્ગ સ્વ. શ્રી અટલબિહારી બાજપાઈ વિશ્વમાં ભારતનું ગૌરવ સમાન વ્યકિતત્વ હતું. તેમના સુશાસન દરમિયાન ભારત દેશ-દુનિયામાં સર્વશ્રેષ્ઠ બને તેવી તેમની વિચારધારાને આગળ વધારવા સાથે સ્વ. શ્રી અટલજીનાં અધુરાં સ્વપ્નોને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગળ વધારી રહ્યા છે.આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી અટલજીના જન્મદિવસે રાજય સરકાર સુશાસન દિવસ ઉજવવાનો નિર્ણય કરી આઠ જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવ્યાં છે. દેશને સ્વ.શ્રી અટલજીએ સુશાસન આપ્યું હતું તેમના અધુરાં સપનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલાં લેવાઇ રહ્યા છે. રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા ખેડૂતોને ઇનપુટ સબસીડી સાથે પાક વીમાના ૮૫ કરોડ કચ્છમાં ચૂકવાયાં છે. આ તકે તેમણે બુઝુર્ગ ખેડૂતોના અંગુઠાંની છાપ પડતી ન હોય તેવા ખેડૂતોને ફોર્મ ભરાવીને સહાય ચૂકવવાની કામગીરી કરાશે તેવી ખાતરી આપી હતી.અતિથિવિશેષપદેથી કચ્છ-મોરબીના વિભાગ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીને વિરાટ વ્યકિતત્વ અને કચ્છના સુખ-દુઃખમાં પ્રજાની પડખે ઊભા રહી ૨૦૦૧ના ભૂકંપ પુનઃનિર્માણની યાદ તાજા કરી હતી. કચ્છને વિકસિત જિલ્લો બનાવી તત્કાલિન મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનમાં લેવાઇ રહેલા અનેકવિધ કાર્યોનો ઉલ્લેખ કરતાં તેમણે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કચ્છના દુષ્કાળમાં લેવાયેલાં ઝડપી નિર્ણયો અને જનહિતના કાર્યો તેમજ રાજય સરકાર દ્વારા ડગલેને પગલે ખેડૂતોના વહારે રહી હોવાનું જણાવેલ ટુરીઝમના ડાયરેકટર અને કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલે વિ. એ પ્રાસંગિક ઉદ્બોધન કરેલ.સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા લોકોની સુખાકારીની ચિંતા સાથે કરાતાં કાર્યોનો ઉલ્લેખ કરી સ્વ.બાજપાઇના સુશાસનને નવી દિશા આપી તેવા અભિગમને આજે પણ લોકો યાદ કરે છે, તેમ વધુમાં જણાવ્યું હતું.પ્રભારીમંત્રી દિલીપકુમાર ઠાકોર રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્‍મણસિંહ સોઢા વગેરેના હસ્તે રાજય સરકારના રૂ. ૩૭૯૫ કરોડની સહાયના પેકેજ અંતર્ગત આજે કચ્છમાં કુલ ૧૪,૮૪૫ લાભાર્થીઓને કુલ રૂ. ૧૫.૩૦ કરોડની કૃષિ સહાયનું રકમનું ડાયરેકટર બેંક ટ્રાન્સફરથી કરાયેલ ચૂકવણાની વિવિધ તાલુકાના ખેડૂતોને અર્પણવિધિ સાથે ડિસ્ટ્રીકટ મિનરલ ફંડ અંતર્ગત રૂ. બે કરોડના મેડીકલ સાધનોની કીટનું પ્રતિક વિતરણ તેમજ પશુપાલન વિભાગ દ્વારા ૩૪૦ ગામોને ફરતાં દવાખાનાની સુવિધા પૂરી પાડવા માટે દસ મોબાઇલ વાહનોને મહાનુભાવોના હસ્તે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું.જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોષીએ સ્વાગત અને આભાર દર્શન નાયબ ખેતી નિયામક યશોધા શિયેરાએ કરી.કચ્છના પ્રભારી સચિવ શ્રી કે.વી.કાપડીયા, જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., અંજાર પ્રાંત અધિકારી ડો. વી.કે.જોષી, અંજાર તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, હિરાપર ગામના સરપંચ ગીતાબેન, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરિભાઈ જાટીયા, વલમજીભાઈ હુંબલ, કેડીસીસીના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, મનુભા જાડેજા, કાનજીભાઈ શેઠ, વિકાસભાઈ રાજગોર, મહેન્દ્રસિંહ જાડેજા, નાયબ ખેતીવાડી અધિકારીશ્રી મેણાત, મદદનીશ ખેતીવાડી અધિકારી શ્રી જોષી, શ્રી નાયક સહિતના અગ્રણીઓ અને આસપાસના ગામોના સરપંચો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.