ભુજ તાલુકાનાં મિરઝાપર ગામ નજીક ભોલેનાથ પેટ્રોલ પંપ ની બાજુમાં આવેલ સવે નંબર ૧૬૮ પૈકી ૨ ની બાજુમાં આવેલ ૧૦૦ ચોરસ વાર વિસ્તાર છે. ત્યાથી કુદરતી પાણીનો વહેણ નીકળે છે.આ વહેણ ની અંદર ભૂમાંફિયાઓ દ્વારા વહેણ ની વચ્ચો વચ્ચ દીવાલ ઊભી કરવાની પેરવી કરી રહ્યા છે. ભાજપના અગ્રણી પ્રવીણ પિંડોરીયાને રૂબરૂ સ્થળ પર બોલાવતા તેઓએ જણાવ્યુ હતું કે અમે ત્રણ પાર્ટનર આ જમીન ખરીદેલ છે. ભાગ બટાઈમાં આવતી ખાસ ભાગની જમીન ઘટે છે. માટે આ પાણીના વહેણ પર દીવાલ બનાવી રહ્યા છીએ. મીરઝાપર દફતરે ૨-૦૨-૩૪-૬૪૪૯ છે. જે આ જમીન નું સર્વે નંબર છે. આ જમીન રબ્બર નથી કે ખેંચવાથી લાંબી થઈ જસે. પરંતુ ભૂતકાળમાં આવા કાળા કારનામાને લીધે કલંકિત થયેલ ભાજપના અગ્રણી ફરી આ બાબતે સક્રિય થયા છે. આ વહીવટ તંત્ર લગતા વળગતા આ બાબતે ઝીણવટ ભરી તપાસ કરે તો આ કલંકિત ભૂમાફિયાઓ પર અંકુશ લાવી શકાય તેમ છે પરંતુ તે માટે તંત્ર ની ઇરછા શક્તિ હોય તે અનિવાર્ય બની રહે છે.
જો તંત્ર ઇરછા શક્તિ અને કર્તવ્ય ગણીને આ બાબતે તપાસ કરવામાં આવે તો આ દબાણો પ્રકાસમાં લાવી શકાય અને ભૂમાફિયાઓ ની આંખો ખોલી શકાય તેમ છે.ખરે ખર તો નિયમ મુજબ આ વહેણ થી ઓછો ઓછુંમાં ૯ મીટર દૂર બાંધકામ થઈ શકે. પરંતુ આ અગ્રણી ને ભૂતકાળ થીજ તંત્રને લીલા ચશ્મા કે ઉંધા ચશ્મા પહેરવાની આવડત ધરાવે છેજે થી કરીને આ વિસ્તારમાં ૩૦૦ થી ૪૦૦ ઘરોમાં પાણી ભરાવવાની ભીતિ સેવાઇ રહી છે.આમ જમીન દબાણ અંગે કલંકિત ભૂતકાળ ધરાવનાર ભાજપના અગ્રણી પ્રવીણ પિંડોરીયા ફરી સક્રિય થયા છે. ત્યારે આ ગંભીર બાબતે તંત્ર જાગી અને લાલ આંખ કરી તપાસ જારી કરશે કે નહીં ? તે બસ હવે જોવાનુ જ રહ્યું,કારણે આવા દબાણ મોટા માથાવાળા લોકો કરતાં હોય ત્યારે તંત્ર નું શું કોઈ ધ્યાન દોરતું નથી. અગાઉ પણ અન્યની જમીન પર દબાણ કરેલ પરંતુ હવે તો તેઓએ હદ વટાવી છે. હવે શું તંત્ર આ બાબતે ધ્યાન દોરી અહી રહેતા ૪૦૦ પરિવારના લોકોનો વિચાર કરવાનો છે આ ૪૦૦ પરિવારોને દયાને લઈને આ બાબતે તંત્ર તાત્કાલિક ધ્યાન દોરે તે જરૂરી બન્યો છે. શું આ બાબતે તંત્ર ધ્યાન દોર સે ખરું ?
મિરઝાપર ભોલેનાથ પેટ્રોલ પંપ ની બાજુમાં આવેલ પાણીના વહેણ પર ભૂમાંફિયાઓ દ્વારા થઈ રહ્યો છે દબાણ
આ પાણીના વહેણ પર દબાણ બાબતે કલેકટર સમક્ષ રજૂઆત છતાં ભૂમાંફિયાઓ કરી રહ્યા છે પોતાની મનમાંની
આ ગંભીર બાબતે તંત્ર જાગી અને લાલ આંખ કરી તપાસ કરશે કે નહીં ?