અંડર-19 વર્લ્ડ કપનીસેમિફાઇનલમાંદ. આફ્રિકાના સેનવેસ પાર્ક ખાતે પાકિસ્તાન સામે 35.2 ઓવરમાં વિના વિકેટે 176રન કર્યા છે. યશસ્વી જયસ્વાલ 105 રનઅને દિવ્યાંશ શર્મા 59રન. જયસ્વાલે ટૂર્નામેન્ટમાં ચોથી ફિફટી મારી છે. તેમજઓપનર્સે બીજી વખત 100 રનની ભાગીદારી કરી છે પાકિસ્તાન 172 રનમાં ઓલઆઉટ પાકિસ્તાને અંડર-19 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં ભારતને 173 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 43.1 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થયું હતું. કેપ્ટન રોહેલ નઝિર અને હૈદર અલીની ફિફટી મારીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. નઝિરે 102 બોલમાં 6 ફોરની મદદથી 62 રન કર્યા હતા. જ્યારે હૈદરે 77 બોલમાં 9 ફોરની મદદથી 56 રન કર્યા હતા. ભારત માટે સુશાંત મિશ્રાએ 3 વિકેટ, રવિ બિશ્નોઇ અનેકાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ, જ્યારે અથર્વ અંકોલેંકર અને યશસ્વી જયસ્વાલે 1-1 વિકેટ લીધી હતી.મોહમ્મદ હેરિસ 21 રને અથર્વની બોલિંગમાં સક્સેના દ્વારા કેચ આઉટ થયો હતો. સક્સેનાએ ડીપ મિડવિકેટ પર થી દોડીને જમણી બાજુ ડાઇવ લગાવીને શાનદાર કેચ કર્યો હતો. તે પહેલાકાસિમ અકરમ 9 રને અથર્વ દ્વારા રનઆઉટ થયો હતો.હૈદર અલી યશસ્વી જયસ્વાલની બોલિંગમાં પોઇન્ટ પરરવિ બિશ્નોઇના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 77 બોલમાં 9 ફોરની મદદથી 56 રન કર્યા હતા.ફહાદ મુનીર શૂન્ય રને રવિ બિશ્નોઇની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પરઅંકોલેકરના હાથે કેચ આઉટ થયો હતો.તે પહેલા મોહમ્મદ હુરૈરા 4 રને સુશાંત મિશ્રાની બોલિંગમાં સ્કવેર લેગ પર દિવ્યાંશના હાથે કેચ આઉટ થયો હતો.