આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસના સંક્રમણે અટકાવવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને પ્રતિબધ્ધ છે. રાજ્યમાં જે પોઝીટીવ કેસો નોંધાયા છે તે પૈકી 89 ટકા કેસો અમદાવાદ, સુરત અને વડોદરાના છે.ડૉ. રવિએ ઉમેર્યું કે, રાજ્યમાં જે પોઝીટીવ કેસો નોંધાયા છે તેમાં અમદાવાદના 65 ટકા, સુરતના 16 ટકા અને વડોદરાના 8 ટકા કેસોનો સમાવેશ થાય છે. ઉપરાંત 27 જિલ્લામાં 11 ટકા પોઝીટીવ કેસો છે અને અમરેલી, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ મળી કુલ ત્રણ જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.