બ્રિટન બાદ હવે રશિયાનાં પીએમ મિખાઇલ મિશુસ્ટિન પણ કોરોના પોઝિટિવ

રશિયામાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. હદ તો થઇ કે દેશના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન પણ કોરોના વાયરસ પોઝિટિવ જણાયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી એફપીએ આ માહિતી આપી છે.ત્યાંજ દેશમાં ગુરૂવાર સુધીમાં કોરોનાથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા 1,00,000 ને વટાવી ગઈ હતી અને મૃત્યુની સંખ્યા એક હજારને વટાવી ગઈ હતી.આ અગાઉ બ્રિટિશ વડા પ્રધાન બોરીસ જોહ્ન્સન પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.તેમને આઈસીયુમાં દાખલ કરવો પડ્યા હતા પરંતુ સારવાર બાદ તે કામ પર પાછા ફર્યા છે.આ વર્ષે જાન્યુઆરીમાં વડા પ્રધાન પદ માટે પસંદ કરાયેલા મિશાઇલનો COVID-19 માટેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે ગુરૂવારે પોઝિટિવ આવ્યો હતો. મિખાઇલ મિશુસ્ટિનએ રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુટિન સાથે ટેલિવિઝન પર પ્રસારિત વીડિયોમાં આ માહિતી આપી.આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેઓ હાલમાં વડા પ્રધાન પદ પરથી હટી રહ્યા છે. તેમણે આન્દ્રે બેલુસોવને કાર્યકારી વડા પ્રધાન બનાવવાની સલાહ પણ આપી હતી, જેને પુતિને સ્વિકારી લીધી. મિખાઇલ મિશુસ્ટિન હવે કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.