૨૫ મેથી ડોમેસ્ટિક ફ્લાઈટને મંજુરી , સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે મળી પરવાનગી.

દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા ૨૫ મેથી શરૂ થશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. લોકડાઉનના કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. હાલમાં જ સરકારે રેલવે સેવાની ફરીથી શરૂઆત કરી છે અને હવે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા પણ ૨૫ મે એટલે કે સોમવારથી શરૂ થશે. હરદીપ પુરીએ જણાવ્યું હતું કે, સોમવાર ૨૫ મે,2020થી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા શરૂ થઇ જશે. દરેક હવાઈમથકને સુચના આપી દેવામાં આવી છે. યાત્રીઓ માટે SOP પણ જાહેર કરી દેવામાં આવી છે.