કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,171 નવા કેસ નોંધાયા છે અને 204 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 1,98,706 થઈ ગઈ છે, જેમાંથી 97,581 એક્ટિવ કેસ છે જ્યારે 95,527 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં 5,598 લોકો મૃત્યુ પામ્યા છે.