કોરોના વાઈરસ સામે ઝઝુમી રહેલા મહારાષ્ટ્રમાં ચક્રવાતી તોફાન નિસર્ગે માયાનગરીને ધમરોળી છે. અહીં તોફાન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈના અલીબાગમાં નિસર્ગ તોફાનના લોન્ડફોલ બાદ દરિયામાં ઉંચા-ઉંચા મોજા ઉછળ્યા અને ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા છે.મુંબઈમાં નિસર્ગની એન્ટ્રી થતાં જ ભારે પવનના કારણે ગેટ વે ઓફ ઈન્ડિયા પર પોલીસની બેરિકોટ ઊડી ગઈ, તોફાનને લઈને બાંદ્રા વર્લી સી લિંક પર ટ્રાફિકને રોકી દેવામાં આવ્યો. તોફાનના લીધે ફેરિયાઓની નાની-નાની દુકાનોને ભારે નુંકસાન થયું. પાલઘર, વસઈ અને તલાસરીમાં કાચા મકાનોમાં રહેતા 15 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પાલઘર અને થાણેમાં ગુરુવાર સુધી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.ભારે પવનના લીધે માર્ગો પર ઘણાં વૃક્ષો ધરાશયી થયા અને તેના લીધે ગાડીઓને ભારે નુંકસાન થયું છે, રિઝનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના પ્રમુખ સંતોષ કદમે જણાવ્યું કે, થાણે જિલ્લામાં ભાયંદરના ઉત્તર તટ પર એનડીઆરઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં માછીમારો રહે છે.મુંબઈમાં ભારે પવન અને વરસાદના લીધે અનેક જગ્યાએ ટીન શેડ હવામાં ઉડવા લાગ્યા, વૃક્ષો ધરાશયી થયાં. રત્નાગીરી વિસ્તારમાં દરિયામાં ઉંચા-ઉંચા મોજા ઉછળ્યા. તેમજ લોકોને દરિયા કિનારાના વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.