હાથણીના હત્યારાને પકડાવશે તેને મળશે 1 લાખનું ઈનામ

કેરળમાં ગર્ભવતી હાથણીના મોતનો મામલો ગરમાયો છે. આ અંગે હવે આરોપીઓને પકડી પાડવા માટે ઈનામની જાહેરાત કરવામાં આવી છે. વાઈલ્ડ લાઈફ એસઓએસએ હાથણીની હત્યા કરનાર આરોપીને પકડવામાં મદદ કરનાર કે તેની જાણકારી આપનારને 1 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જે પણ વ્યક્તિ આ કેસમાં વન વિભાગની મદદ કરશે તેને વાઈલ્ડલાઈફ એસઓએસ તરફથી ઈનામી રકમ આપવામાં આવશે. સંસ્થાએ તેના માટે એક નંબર પણ જાહેર કર્યો છે. સંસ્થાએ કહ્યું છે કે હાથીઓને બચાવવાના અભિયાનમાં જે પણ જોડાવા ઈચ્છે છે તેણે એલીફન્ટ હેલ્પલાઈન નંબર +91-9971699727 પર કોલ કરે. આ સાથે જ આ મામલે એસએસઆઈ ઈંડિયાએ ઘોષણા કરી છે કે કોઈ વ્યક્તિ હાથણીના હત્યારાની ઓળખ કરાવવામાં મદદ કરશે તેને 50,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.