મેઘપર(બો) માં 6 ખેલીઓ 23 હજારની રોકડ સાથે જબ્બે

અંજાર તાલુકાના મેઘપર-બો. માંથી અંજાર પોલીસે 1.28 લાખના મુદ્દામાલ સાથે 6 લોકોને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના મેઘપર-બો.માં આવેલ રાઘવ રેસિડેન્સીના મકાન નં. 1-17/18માં રહેતા 49 વર્ષીય આરોપી જીતેન્દ્રભાઈ મલુભાઈ વરૈયાના ઘર પાસે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે અંજાર પોલીસે દરોડો પાડ્યો હતો.જ્યાં આરોપી ઉપરાંત અંજારના લાયન્સ નગરમાં રહેતા 48 વર્ષીય જયંતીભાઈ પરષોત્તમભાઈ વરૈયા, સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા 37 વર્ષીય અમિત ભીમજીભાઈ પ્રજાપતિ, પ્રજાપતિ છાત્રાલયમાં રહેતા 44 વર્ષીય પ્રવીણભાઈ કેશવલાલ ઓઝા, રોટરી નગરમાં રહેતા 35 વર્ષીય દિપક મોહનલાલ પ્રજાપતિ, મકલેશ્વર નગર-1માં રહેતા 43 વર્ષીય હિતેશભાઈ ડાયલાલ ઠાકર જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. જેથી પોલિસે 23,320ની રોકડ ઉપરાંત 25,500ની કિંમતના 6 મોબાઈલ તથા ત્રણ વાહન સહિત 1.28 લાખ ના મુદ્દામાલ સાથે 6 આરોપીઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.