કચ્છમાં કોરોના કહેર યથાવત: વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

કરછ જિલ્લા માં કોરોના વાઇરસે હાહાકાર મચાયો છે ત્યારે હમણાં થોડા દિવસથી કેસ માં ઉમેરો થતો જાય છે. તેવામાજ વધુ 4 પોઝિટિવ કેસ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.આ 4 કેસ માં ગાંધીધામના 2 પુરુષ , મુન્દ્રાના 80 વર્ષીય વૃદ્ધ મહિલા તેમજ માંડવીના 50 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આમ કરછમાં કુલ 99 પોઝિટિવ આંકડા નોંધાયા છે