૧૪૯૩૩ નવા કેસ નોંધાયા: ૩૧ર લોકોના મોત થયા
 
                
નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસ ૪ લાખ ૪૦ હજારને વટાવી ગયા છે. સ્વસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા અપડેટ મુજબ દેશમાં કુલ કેસ ૪,૪૦,ર૧પ થયા છે. જેમાં ૧૪,૦૧૧ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ર,૪૮,૧૯૦ લોકો સાજા થઇ ચૂકયા છે. છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૧૪,૯૩૩ નવા કેસ સૃામે આવ્યા છે અને ૩૧ર લોકોના મોત થયા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજય મહારાષ્ટ્ર છે. જયાં કુલ કેસ ૧૩પ૭૯૬ થયા છે અને ૬ર૮૩ લોકોના મોત થયા છે. ૬૭૦૦૦ લોકો સાજા થયા છે. જયારે ૬૧૦૦૦થી વધુ એકટીવ કેસ છે. દિલ્હીમાં કોરોનાના કુલ કેસ ૬ર૦૦૦ ઉપર થયા છે અને રર૩૩ લોકોના મોત થયા છે.ગુજરાતમાં કુલ કેસ ર૭૮રપ છે અને ૧૬૮૪ લોકોના મોત થયા છે. યુપીમાં કુલ કેસ ૧૮૩રર છે અને પ૬૯ લોકોના મોત થયા છે.
 
                                         
                                        