ગુજરાતમા કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૩૭,૬૩૬ એ પહોંચી, કુલ ૧૯૭૯ લોકોના થયા મોત

ગુજરાતમા કોરોના વાયરસના નવા ૭૭૮ કેસો ઉમેરાતા રાજયમા કોરોનાના દર્દીઓની સંખ્યા કુલ ૩૭૬૩૬ એ પહોંચી છે. તેમજ છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક ૧૯૭૯ એ પહોંચ્યો છે. જયારે અત્યાર સુધી કુલ ૨૬,૭૪૪ લોકો સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. ગુજરાત હાલ કોરોનાના ૮૯૧૩ કેસ એક્ટીવ છે….