જુલાઈના પહેલા જ અઠવાળિયામાં કોરોનાના ૧.૬ લાખ કેસ અને ૩૨૦૦ મોત થયા

નવી દિલ્હી: કોરોના વાયરસના કેસને રોકવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે આમ છતાં સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. જુલાઈના પહેલા અઠવાડિયામાં ૧.૫૭ લાખ કરતા વધુ કેસોની સાથે ૩,૨૩૬ લોકોના આ વાયરસના કારણે જુલાઈના પહેલા અઠવાડિયામાં મોત થયા છે. મંગળવારે ૨૩,૦૦૦ કરતા વધારે નવા કેસ નોંધાયા છે, જયારે ૨૪ કલાકમાં ૪૭૩ લોકોના વાયરસના કારણે દેશમાં મોત થયા છે. રાજય સરકારો પાસેથી મળેલા આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા ૭.૪૩ લાખ થઈ છે. ભારતમાં કુલ ૨૦,૬૨૮ લોકોના કારોના વાયરસથી મોત થયા છે, જયારે ૪.૫૬ લાખ કોરોના વાયરસને હરાવીને સાજા થઈ ગયા છે, જયારે ૨.૬૫ લાખ એકિટવ કેસ છે.જયાં મંગળવારે વધુ ૫,૧૩૪ કેસ નોંધાયા, જયારે તામિલનાડુમાં ૩.૬૧૬ અને દિલ્હીમાં ૨.૦૦૮ કેસ નોંધાયા છે. આ સિવાય ઉત્ત્।રપ્રદેશમાં એક નવા રેકોર્ડ સાથે એક દિવસમાં ૧,૩૪૬ કેસ નોંધાયા છે, જયારે ગુજરાતમાં ૭૭૮, રાજસ્થાનમાં ૭૧૬ અને ઓડિશામાં ૫૭૧ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે ૨૨૪ લોકોના મોત સાથે ૨૦૦ કરતા વધુ મોત નોંધાયા છે, જયારે મુંબઈમાં ૬૪નાં મોત નોંધાયા છે. મુંબઈમાં કુલ મૃત્યુઆંક ૫૦૦૦ને પાર પહોંચી ગયો છે. મુંબઈમાં ચીન કરતા વધારે જોર બતાવી રહ્યો છે વાયરસ. ચીનમાં કોરોના વાયરસના કારણે કુલ ૪,૬૩૪ લોકોના મોત થયા છે, જયારે મુંબઈમાં ૫,૦૦૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં થયેલા કુલ મૃત્યુમાંથી ચોથા ભાગના મૃત્યુ એકલામુંભઈમાં થયા છે. બેંગ્લુરુમાં વધુ ૮૦૦ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.