રાજુલા તાલુકાના ડુંગર ગામમાં કોરોનાનો કેસ નોંધાયો

15ed23cd-038f-418c-85c7-67934addf0dc

રાજુલા તાલુકાના ડુંગર ગામનાં હનુમાન ચોક વિસ્તારમાં કોરોના વાઇરસનો કેસ નોંધાયો.જે ડુંગરનાં રહેવાસી હાલ મુંબઇ રહેતા હર્ષદરાઈ છગનલાલ દોષી જેઓ તારીખ ૨૮ જૂનના રોજ મુંબઇથી આવ્યાં હતાં.જેમને લો સુગરની તકલીફ થતા મહુવા બતાવેલ અને ત્યાંથી વધારે સારવાર હેતુ ભાવનગર દાખલ કરવામાં આવ્યાં હતાં.તેમનો શનિવારના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા હાલ આ દર્દી ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.રિપોર્ટ પોઝીટીવ આવતાં ડુંગરનાં હનુમાન ચોક વિસ્તારને આરોગ્ય ટીમ દ્વારા કન્ટેનમેન્ટ અને બફર જોન જાહેર કરવામાં આવ્યો હતો તથા તેમનાં સંપર્કમાં આવેલ તમામ લોકોને હોમ કવોરંટાઈન કરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે.આ દરમિયાન પ્રાંત અધિકારી ડાભી સાહેબે કન્ટેનમેન્ટ જોનની રૂબરૂ મુલાકાત લીધી હતી તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરીયા સાહેબે કન્ટેનમેન્ટ અને બફર જોનનું સર્વેલન્સ કરાવી મોનીટરીંગ કરેલ તેમજ ડુંગરનાં પીએસઆઇ સોલંકી સાહેબ,તલાટીકમ મંત્રી,મેડિકલ ઓફિસર ડો.એન.કે.વ્યાસ, અને આરોગ્ય ટીમ સહિતના સભ્યો ઉપસ્થિત રહી કામગીરી કરવામાં આવેલ…

રીપોર્ટર:- ધર્મેશ મહેતા રાજુલા..