જામનગરની યુવતીનું બેભાન થઈ જતાં સારવાર હેઠળ મોત નીપજયું

જામનગર શહેરના નંદનપાર્ક શેરી નં-2માં રહેતી એક યુવતી પોતાના ઘરે રસોડામાં સાફ સફાઈ કરી રહી હતી ત્યારે અચાનક ચક્કર આવતા પડી જતાં બેભાન હાલતમાં તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું છે. જામનગરના નંદનપાર્ક-2, શેરી નં-2માં રહેરા સ્નેહલબ રાજદીપસિંહ જાડેજા ઉ.વ.30 નામની પરણીતા ગઇકાલના રોજ પોતાના ઘરે રસોડામાં સાફ સફાઈ કરતાં હતા ત્યારે અચાનક ચક્કર આવતા પડી જતાં બેભાન થઈ જતાં તેણીને જીજી હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.