સુરતમાં 15 જુલાઈ થી 29 જુલાઈ સુધી 144 કલમ લાગુ

સુરતમાં કોરોનાનો પેસારો અટકાવવા માટે ચા-પાન મસાલાની દુકાનો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે પરંતુ, હવે સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કલમ 144 લાગુ કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરી વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેમાં જાહેર સ્થળોએ ચારથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર આર.પી. બ્રહ્મભટ્ટ દ્વારા સીઆરપીસી 144 મુજબ લાગુ કરતું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ તા. 15મી જુલાઈથી 29મી જુલાઈ સુધી આ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.