જામનગર જિલ્લાના ગામડાઓમાં અડધાથી 3 ઇંચ વરસાદ પડ્યો

જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે પણ અડધાથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જામજોધપુરના ધુનડા ત્રણ જયારે પરડવામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગર, જામજોધપુર, કાલાવડ અને લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર યથાવત રહી હતી.
જામનગર જીલ્લામાં પ્રથમ વરસાદમાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને જીલ્લાના જળાશયો છલકાવી દીધા હતા. ત્યારે હજુ પણ ગ્રામ્ય વિસ્તરોમાં મેઘમહેર યથાવત રહી છે. છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગર તાલુકાના અલીયાબાડામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે કાલાવડના નવાગામ, મોટા પાંચદેવડા અને ખરેડીમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં જામજોધપુર તાલુકાના ગામડાઓમાં સૌથી વરસાદ નોંધાયો છે. જેમાં ધુનડામાં ત્રણ ઇંચ જ્યારે પરડવામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આલ્પુર તાલુકાના ભણગોરમાં પણ બે ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આમ જામનગર જીલ્લાના જામનગર, જામજોધપુર, કાલાવડ અને લાલપુરના ગામડાઓમાં ગઈકાલે અડધાથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.
નોંધનીય છે કે, જમનાર જીલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું પરંતુ જીલ્લાના તાલુકા મથકોમાં વરસાદ વરસ્યો નહતો પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહી હતી.