માંગરોળ તાલુકામાં અચાનક કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો: નવા 13 કેસ આવ્યા બહાર

સુરત જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે માંગરોળ તાલુકામાં અચાનક કોરોના ચેપગ્રસ્તોની સંખ્યામાં વધારો થયો છે. આજરોજ બપોર સુધીમાં નવા 13 કેસ નોંધાતા તાલુકા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.સુરત જિલ્લામાં કોરોનાએ બપોર સુધીમાં હાફ સેન્ચુરી ફટકારી છે. નવા 53 કેસ નોંધાય ચૂક્યા છે. જેમાં માંગરોળ તાલુકામાં અચાનક કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો છે બપોર સુધીમાં નવા 13 કેસ નોંધાયા છે. જેમાં નાની નરોલી ગામે 35 વર્ષીય યુવાન, વસ્તાન ગામે 40 વર્ષીય યુવાન, નાની નરોલી ગામે 32 વર્ષીય યુવાન, પિપોદરામાં 49 વર્ષીય મહિલા, લીંડીયાતમાં 52 વર્ષીય આધેડ અને 55 વર્ષીય મહિલા, અમિન ગેસ્ટહાઉસ માંગરોળ ખાતે 47 વર્ષીય મહિલા, ખોડિયાર ફળિયું માંગરોળમાં 50 વર્ષીય આધેડ, સંસ્કાર દીપ સોસાયટીમાં 26 વર્ષીય યુવાન, સહજ એપાર્ટમેંટ માંગરોળમાં 47 વર્ષીય યુવાન, વિઠ્ઠલવાડી માંગરોળમાં 48 વર્ષીય મહિલા, સહજ એપાર્ટમેંટ માંગરોળમાં 36 વર્ષીય મહિલા અને નંદાવ ગામે 56 વર્ષીય આધેડ કોરોનાની ચપેટમાં આવ્યા છે. અચાનક મંગરો તાલુકામાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યામાં વધારો થતાં લોકો ચિંતિત બન્યા છે. ઓલપાડ તાલુકામાં 8 કેસ નોંધાયા ઓલપાડ તાલુકામાં કુલ 8 કેસ નોંધાયા છે જેમાં કીમ ગામે આવેલ ભક્તિ નગર સોસાયટી, શુભમ રેસીડન્સી તેમજ અમૃતનગર સોસાયટીમાં ત્રણ કેસ નોંધાયા છે. જ્યારે ઓલપાડ સોની ફળિયામાં, સહયોગ સોસાયટી, વૈભવલક્ષ્‍મી એપાર્ટમેંટ, દર્ભેશ્વર ફળિયું, આનંદવિલા ઉગત ભેસાનરોડ, નવી ગિરનાર ફળિયામાં કોરોનાના કેસ નોંધાયા છે.