જામનગરનાં સેલ્સમે સાથે અમરેલીમાં વિશ્વાસઘાત

જામનગરનાં બંને મિત્રોને વિશ્વાસઘાતનો સામનો કરવો પડયો છે. અમરેલીનાં ગાંધીબાગમાં ઉછીના આપેલા રૂા.60 લાખ પરત ન મળતા 2 મિત્રોએ ફિનાઇલ ગટગટાવી લેતા સારવારમાં ખસેડાયા છે.જામનગર ગામે રહેતા અને સેલ્સમેન તરીકે કામ કરતા રાજેશભાઇ રતનભાઇ સોલંકી તથા તેમના મિત્ર પ્રદિપભાઇએ ખાખબાઇ ગામે રહેતા જશુભાઇ પુનાભાઇ કળથીયાને રૂા.60 લાખ આપેલ હોય, આ બંને મિત્રો પોતે આપેલ રૂા.60 લાખ પરત માંગવા માટે રાજુલા ગામે જતા તેઓને પૈસા આપવાની ના પાડતા લાગી આવ્યું હતું અને અમરેલીના ગાંધી બાગમાં જઇ બંને મિત્રોએ ફિનાઇલ તથા ડીડીટી પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.