રાજુલાના સાકરીયા પાસે સિંહનો મૃતદેહ મળી આવ્યો

રાજુલા તાલુકાનાં કોવાયા ગામ નજીક સાકરીયા વિસ્તારમાંથી એક સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ બાવળની કાટમાં હોય આ અંગે વનવિભાગને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ સિંહનાં મોત અંગેનું પ્રાથમિક તારણ સિંહનું બિમારીના કારણે મોત થયાનું જાણવા મળેલ છે.