કોરોના પોઝીટીવ ૯ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની વિનયચંદ્ર શાહ, રાજેશભાઇ ઠાકર અને ગૌતમભાઇ ભટ્ટાચાર્ય તથા  લીંબડીના વતની શીફાબેન ખોજાણી, કીરીટભાઇ શાહ અને લીંબડી તાલુકાના રાસ્કા ગામના વતની સહદેવસિંહ ઝાલા તેમજ વઢવાણના વતની રંભાબેન અને બીલ્કીશબેન તથા પાટડી તાલુકાના ખેરવા ગામના વતની જગદીશભાઇ પટેલને  ગત દિવસોમાં  કોરોના  વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ – સુરેન્દ્રનગર ખાતે તેમની સઘન સારવાર બાદ આ નવ    દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૧૭ જુલાઇ -૨૦૨૦ ના રોજ કોવિડ હોસ્પિટલ- સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા