ભુજની જી.કે. માં મૃતક યુવતીની સારવારની વિગતો ન મળતાં પરિવારજનો દ્વારા રસ્તા રોરકો આંદોલન છેડ્યું છે. ભુજની 26 વર્ષીય યુવતી કોઠારી મનાલીબેન રાજેશભાઈને જી.કે. જનરલમાં નરલમાં દા કરાયા બાદ સારવાર દરમ્યાન થયેલાં મોતને પગલે મૃતકના ભાઈઓ દ્વારા હિન્દુ યુવા સંગઠનને હોસ્પિટલ સામે બેદરકારી અને ફાઈલ ન આપતા હોવાની રજૂઆતને પગલે હોસ્પિટલમાં વિગતો માગતાં સંતોષકારક જવાબ ન મળ્યાના આક્ષેપ સાથે બપોરે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. બાદમાં ફાઈલ અપાતાં આંદોલન સમેટાયું હતું. આ બાબતે હિન્દુ યુવા સંગઠનના ભુજ તા. પ્રમુખ હાર્દિક જોશી, સંગઠનના ભાવનગરના જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, વિવેક રાજગોર, ભાવેશ ડાંગર, શહેર પ્રમુખ નીલ રબારી કાર્યકરો સાથે જી.કે. જનરલ હોસ્પિટલમાં ગયા હતા. દિગ્વિજયસિંહ જાડેજાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું કે તા. 28ના મૃતક યુવતીને સારવાર બાદ શરીર ફુલાઈ ગયું હતું. જેથી સારવારના કાગળો માગ્યા હતા. સત્તાવાળાઓ આપતા નથી તેવું જણાવતાં બપોરે દોઢેક કલાક રસ્તા રોકો આંદોલન કરાતાં પોલીસ બોલાવાઈ હતી અને બાદમાં કાગળો આપી યોગ્ય તપાસની ખાતરી પણ અપાઈ હતી. દરમ્યાન તા. 26ના કોરોનાગ્રસ્ત યુવતીના મૃત્યુ બાબતે તેમના પરિવારે ખાનગી હોસ્પિટલની ફાઈલ સહિતની વિગતો માગી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. હોસ્પિટલ સત્તાવાળાઓએ આ બાબતે જણાવ્યું કે માગેલી વિગતો આપી દેવાઈ છે.