સામખિયાળીની ઇટી કંપનીમાં ક્રેન પટકાતાં બે શ્રમિકના મોત નિપજતા કંપનીમાં સલામતીનો મુદ્દો ઉછળ્યો

સામખિયાળી આતે આવેલી ઇટી કંપનીમાં ક્રેન ઉપરથી નીચે પટકાતાં બે શ્રમીકોના મોતની ઘટનાથી ફરી એક વખત જીવલેણ અકસ્માતને કારણે આ કંપની ચર્ચાનો વિષય બની છે.ઇટી કંપનીમાં અવાર નવાર બનતા આવા બનાવોને કારણે ફરી ક઼પની સેફ્ટીના નિયમોના પાલનમાં કચાશ રાખતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. મળતી માહિતી મુજબ, બનાવ રવિવારે સવારના સમયમાં બન્યો હતો જેમાં ઇટી કંપનીના એસએમએસ વિભાગમાં ક્રેન ઉપર ચડીને શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે એક ક્રેન અચાનક નીચે પટકાતાં 32 વર્ષીય નરસિંગ નારણસીંગ અને 33 વર્ષીય રાજેન્દ્રસિંગ મોહનસીંગનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું. આ અકસ્માતની ઘટના બનતા ક઼પનીના સંચાલકોમાં દોડધામ મચી ગઇ હતી.સૂત્રોના જણાવ્યા મુજબ ઈટી કંપનીમાં અત્યાર સુધી 10 થી 15 બનાવો પોલીસ મથકે નોંધાયેલા છે. આ બાબતે ઇટી કંપનીના સિંઘને પુછતાં તેમણે જણાવ્યું હતું કે ક્રેન ઉપર કામ ચાલુ હતું ત્યારે એક ક્રેન અતિ ઝડપથી આવી અને બીજી ક્રેનમાં અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો જેમાં બે શ્રમીકોના મોત નિપજ્યા છે. કંપનીમાં સેફ્ટીની બાબતે પુછતાં તેમણે જણાવ્યુ઼ હતું કે પુરી દરકાર લેવાતી હોય છે પણ અકસ્માત મોટાભાગની કંપનીઓમાં થતા આવ્યા છે. હા કંપની દ્વારા મૃતકના પરિવારને વળતર પણ ચુકવાશે તેમ જણાવ્યું હતું હાલ બે શ્રમીકોના પરિવારમાં આ બનાવને કારણે માતમ છવાયો છે.