બંધ બોડીના કન્ટેઇનર ટ્રકનાં કેબીનનાં પાછળનાં ભાગે બનાવેલ ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ -કચ્છ ગાંધીધામ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ- ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબ નાઓ તરફથી જિલ્લમાં પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપતા એલ.સી.બી.ની.ટીમ પ્રોહી/જુગારનાં કેસો શોધવા પ્રયત્નશીલ હતી. તે દરમ્યાન સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરજબારી-સમપખ્યાળી હાઇવે રોડ પર આવેલ અજંતા હોટલ સામેથી નીચે જણાવ્યા મુજબનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા આરોપી પ્છડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી :

સતપાલ છીતરસીંગ રાજપુત ઉ.વ.૪૬ રહે. છોટી ખણ તા.ડીડવાણા જિ.નાગોર રાજસ્થાન હાજર ન મળી આવેલ આરોપી મનસુખ ચમનભાઇ વાળંદ રહે. નાગેશ્વર સોસા. ગળપાદર તા.ગાંધીધામ

મુદ્દામાલ :

– વિદેશી દારૂ ની 5૫૦ એમ-એલ.ની બોટલો નંગ-૧૩૫૬ કિ.રૂ.૫,૫૫, ૬૦૦/-

– વિદેશી દારૂની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૭૪૫૦ કિ.રૂ.૭,૪૫,૦૦૦/-

– બીયર ટીનનંગ-૫૦૪ કિ.રૂ.૫૦,૪૦૦/-

– ટ્રકનં.જીજે-૦૬-એયુ-૯૯૬૩ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/-

– મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૩૦૦૦/-

– રોકડા રૂ. ૩૫૦૦/-

કુલે કિ.રૂ. ૨૩,૫૭,૫૦૦/-

આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.એસ.દેસાઇ તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેકટર પી.કે ગઢવી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો.