ભુજ શહેર વિસ્તારમાં થયેલ મોબાઇલ સ્નેચીંગના ત્રણ વણશોધાયેલા ગુના શોધી કાઢી એક આરોપીને છરી સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભુજ શહેર વિસ્તરમાં બનતા મોબાઇલ સ્નેચીંગના બનાવો અટકાવવા તેમજ બનેલ ગુન્ફાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. આજ રોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના કર્મચારીઓની ટીમને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, દાદુપીર રોડ ઉપર બાપાદયાળુનગર પાસે આવેલ ઝમીર સર્વીસ સ્ટેશન પાસે રોડ ઉપર એક ઇસમ શરીરે વાદળી કલરનો ફુલની ડિઝાઇન વાળો શર્ટ તથા કાળા કલરનુ જીન્સનુ પેન્ટ પહેરીને ઉભેલ છે, જેના કબ્જામાં ચોરી કે છળ કપટથી મેળવેલ મોબાઇલ ફોન છે, અને જે મોબાઇલ ફોન વેંચવાની પેરવીમાં છે. જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકકીત વાળી જગ્યાએ આવતા હકકીત મુજબનો ઇસમ હાજર મળી આવેલ જે ઇસમનુ નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ સલીમ ઉર્ફ ચલ્લો જુસબ મમણ ઉ.વ-૨૧, રહે-મમણ ફળીયુ, દાદુપીર રોડ, ભીડનાકા બહાર, ભુજ- કચ્છ વાળો હોવાનુ જણાવેલ જેની અંગ ઝડતી કરતા તેના કબ્જામાંથી ચાર મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઇલ ફોન બાબતે આધાર પુરાવા હોયતો રજુ કરતા જણાવતા આવા કોઇ આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ તેમજ સદરહુ ઇસમની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી મજકુર ઇસમની યુક્તિ-પ્રયુક્તિ પૂર્વક પુછપરછ કરતા મજકુર ઇસમે સદરહું મોબાઇલ ફોન આજથી છેલ્લા એક અઠવાડીયામાં ભુજ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફોન ઉપર વાત કરીને પગે ચાલીને જતા ઇસમો પાસેથી ઝુંટવી લીધેલ હોવાની હકીકત જણાવતા તેના કબ્જામાંથી નીચેની વિગતેના મોબાઇલ ફોન સી.આર.પી.સી. કલમ- ૧૦૨ તળે શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી સદરે બાબતે ખરાઇ કરાવતા ભુજ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં – ર તથા ભુજ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં – ૧ એમ કુલ – ૩ મોબાઇલ સ્નેચીંગના નીચે મુજબના વણશોધાયેલ ગુન્હોઓ નોંધાયેલ હોય જેથી સદરહુ ઇસમને સી.આર.પી.સી. કલમ- ૪૧(૧)(ડી) તળે અટક કરી નીચે મુજબના વણશોધાયેલ ગુન્હોઓ શોધી કાઢી આરોપીઓને વધુ તપાસ સારૂ ભુજ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. તેમજ મજકુર ઇસમ જાહેરમાં છરી રાખી ફરી મે.શ્રી જિલ્લા મેજોસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી, કચ્છ-ભુજના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરેલ હોય તેના વિરૂધ્ધ ભુજ શહેર “બી” ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પોલીસ અધિનીયમની કલમ- ૧૩૫ મુજબ અલાયદી ફરીયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રિપોર્ટ બાય: કરણ વાઘેલા-ભુજ