સુપ્રિમ કોર્ટ દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત નિયત કરેલ માર્ગદર્શિકા મુજબ પાત્રતા ધરાવતા પાકા કેદીઓને ૩૦ દિવસ ની પેરોલ રજા કરી મંજુર

નામ.સુપ્રિમ કોર્ટ દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત સુઓ મોટો રીટ પીટીશન નં.૧/૨૦૨૦ અન્વયે નિયત કરેલ માર્ગદર્શિકા મુજબ પાત્રતા ધરાવતા પાકા કેદીઓને મે.કલેક્ટરશ્રી અને જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી,ભુજનાઓના હુકમથી કુલ-૨૭ પાકા કેદીની દિન-૩૦ની પેરોલ રજા મંજુર કરેલ હતી. જે અનુસંધાને તા.૧૯/૦૫/૨૦૨૧ના રોજ ૧૦-પાકા કેદી તેમજ તા.૨૦/૦૫/૨૦૨૧ ના રોજ ૧૪ પુરૂષ તથા ૧-મહિલા પાકા કેદી મળી કુલ-૨૫ પાકા કેદીઓને જેલના અધિક્ષકશ્રી-આર.એ.રાવ,જેલરશ્રી-જી.એ.અગ્રાવત અને માનવ જ્યોત સંસ્થાના પ્રમુખ-પ્રબોધભાઇ મુનવરનાઓના સહકારથી બંદીવાનોને જીવન જરૂરી રાશન કીટ સાથે પેરોલ મુક્ત કરેલ છે.
રિપોર્ટ બાય : કારણ વાઘેલા