લીંબડી ખાતે અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિની સુરેન્દ્રનગર જીલ્લાની બેઠક યોજાઇ


જેમાં ગુજરાતના અન્ય જીલ્લામાંથી મહેમાનો હાજર રહ્યા હતા ત્યારે નવા હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવી હતી. માનવોના હક અને અધિકાર માટે લડત આપતી સંસ્થા એટલે અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ અને આ સમિતી દ્વારા સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે ત્યારે આજે લીંબડી નેશનલ હાઇવે પર આવેલ હુડાઈના શો રૂમ ખાતે ગુજરાત અધ્યક્ષ નિલેશભાઈ જોશી ના અધ્યક્ષ સ્થાને અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સમિતિની બેઠક યોજાઈ હતી ત્યારે મહેમાન તરીકે ઉમેશભાઈ જોશી,કોમલબેન ત્રિવેદી , ગીતાબેન મેર, બીનાબેન જોષી હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લાના પાયાના પથ્થર સમાન હોદ્દેદારોના કોરોના કાળમાં અવસાન થયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવી હતી ત્યારે આવેલ મહેમાનોનુ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં કલ્પેશભાઈ વાઢેરને સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ, ડી.યુ.પરમારને જીલ્લા મહામંત્રી, નંદકિશોરભાઈ ને લીંબડી તાલુકા પ્રમુખ, જયવિરભાઈ મિસ્ત્રી લીંબડી ઉપપ્રમુખ, દક્ષાબેન વાઘેલા શહેર મહિલા પ્રમુખ, અલ્પાબેન સોનારા જીલ્લા કાર્યકારી પ્રમુખ, સચિન પિઠવા લીંબડી મહામંત્રી બનાવાયા હતા ત્યારે આ કાર્યક્રમમાં માનવ અધિકાર એવં મહિલા અને બાળવિકાસ ઉપર ચર્ચા સાથે સમજણ આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં જીલ્લાના સાગરભાઈ ચામડીયા, નટુભા, સેલાભાઈ, નાઝીર સોલંકી, કરીસ્માબેન બેલીમ, પિનાકીનભાઈ સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા આઝાદભાઈ, વિપુલભાઈ શાહ, નયનાબેન, રક્ષાબેન, ધવલભાઈ, નિલેષ ચાવડા લક્ષ્મણભાઈ વાઘેલા, એ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ બાય : મહિપત ભાઈ મેટાલીયા