સુજલામ સુફલામ યોજના હેઠળ લખપત તાલુકાના તળાવો ચેકડેમો ઉંડા કરવાની બાબતે વેરસલજી જાડેજા દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું



રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત વરસાદનું પાણી ઊંડા તળાવ હોય તો વધુ સંગ્રહ થાય છે તે માટે આ સ્કીમ કાઢેલ છે. પરંતુ તેના કોન્ટ્રાક્ટર પોતાના આર્થિક નાખવા માટે ઉપયોગ કરવાનું હેતુ બનાવી લેવામાં આવેલ છે. આ યોજનાના અસરકારક છે, તેમાં નથી, પરંતુ કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ, ગ્રામ પંચાયતના સભ્યો તથા જનપ્રતિનિધિઓ ની મિલીભગત થી આવા કામમાં માટી ચોરી વધુ થઈ રહ્યું છે. હાલમાં ઘડુલી સાંતલપુર રોડ નું કામ પેઢીને મળેલ છે તે પેઢી દ્વારા કચ્છના લખપત તાલુકાની અંદર તળાવો ઉંડા કરી માટી કે મોરમ ઉપાડવા માટેની લાખ ઉપરની પરવાનગી સુજલામ સુફલામ યોજના હેઠળ પાઠ ગાંઠ રચીને વેલ છે. અને તે મુજબ તેમને મળેલ પરવાનગી શંકાના દાયરામાં છે. કંપની દ્વારા આ રોડનું કામ નું ટેન્ડર ભરેલ અને તેમને ટેન્ડર મંજૂર થયેલ છે. ત્યારે તેમના દ્વારા ટેન્ડર માં જે રકમ રાજ્યો કેન્દ્ર પાસેથી લેવાની થાય છે તે રકમ માં માટી મોરમની ઠાકોર નો પણ સમાવેશ થાય છે તથા આ રકમ કરોડો રૂપિયાની થાય છે. ત્યારે એક બાજુ કોન્ટ્રાક્ટર સાથે ટેન્ડર મુજબ તમામ રકમ લેશે જ્યારે બીજીબાજુ માટી મોરમ માટે કરેલ ટી એ ફક્ત નામ ખાતર ના તળાવો ઊંડા કરવાના બહાના હેઠળ લાખો ટન માટી ગેરકાયદેસર ઉપાડવાની કામગીરી કરશે તેના લીધે રાજ્ય સરકારને અલ્ટીમેટમ ની નુકશાની થાય છે. તળાવ ઊંડા થતા નથી અને કોન્ટ્રાક્ટર ને ફાયદો થાય છે. લખપત તાલુકાના રોડના કામના કોન્ટ્રાક્ટરોને જે તળાવમાં પરવાનગી મળેલ છે. તેમાં ત્યાંથી કેટલા મેટ્રિક ટન માટી ઉપાડવા ના બદલે તેમના દ્વારા તાલુકો લખપત ગામમાંથી લાખો ટન માટી ઓવરલોડ ભરી ને ઉપાડવાનું કામ કરેલ છે. જેની ફરિયાદ કરતા હાલમાં તેમના દ્વારા આ કામ બંધ રાખેલ છે ત્યારે તેમના સામે આ વિસ્તારમાંથી કરેલ માટી ચોરીની તપાસ કરવામાં આવે અને અન્ય જગ્યાએ માટી ઉપાડવાની પરવાનગી આપેલ છે તે જગ્યાથી માટી ઉપાડવા માં આવેલ છે કે કેમ તેની તપાસ થાય. કંપની દ્વારા સુજલામ સુફલામ યોજનાના જવાબદારો સામે સાઠગાંઠ રચીને મોટાપાયે રાજ્યની આવક ને નુકસાન કરવાનું કાર્ય કરેલ છે. તેમ આ અંગે તેને બનાવેલા રોડ રસ્તા તથા તેના ઉપયોગ માં લેવામાં આવેલ માટી મોરમ ની તપાસ ખાસ ખનીજ મારફત કરવામાં આવે અને પુરાવા નાશ થાય તે પહેલાં દસ દિવસ માં કાર્યવાહી થાય તેમજ સુજલામ સુફલામ યોજનાની આ કંપનીને જે અધિકારી સામે પરવાનગી આપેલ છે તેની એસીબી દ્વારા તપાસ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી આવી રાજયોને થતી નુકસાની પરવાનગી રદ કરવામાં આવે તથા ચેકિંગની કાર્યવાહી કરવામાં આવે એવું જાડેજા વેરસલજી ગગુજી દ્વારા જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી એમની માંગ છે.