સાતલપુર ના જંગલ વિસ્તારમાં ઘૂડખરો ના મોત ઘુડખર અભ્યારણ ને અડીને આવેલ જંગલ વિસ્તારમાં ઘુડખર ના કંકાલ મળ્યા

પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં આવેલ ઘુડખર અભ્યારણ નજીકના જંગલ વિસ્તારમાં પાંચ જેટલા ઘુડખરના મોત થયા હતા ત્રણ ચાર દિવસ પહેલા મૃત્યુ પામેલ ઘુડખરના કંકાલ જંગલ વિસ્તારમાં પડયા હોવાનું માલુમ પડતા નિંદ્રાધીન જંગલખાતું દોડતું થયું હતું અને જંગલમાં ઘુડખરના કંકાલો ની તપાસ શરૂ કરી હતી
સાંતલપુર તાલુકા ને અડીને આવેલ રણ વિસ્તાર ઘુડખર અભ્યારણ તરીકે પ્રસિદ્ધ છે અહીં વસતા ઘુડખર ના નીભાવ માટે જંગલખાતા ના અધિકારીઓની સ્પેશિયલ પોસ્ટ આપવામાં આવેલી છે પરંતુ ઘુડખર ની સાર સંભાળ બાબતે જંગલખાતાના અધિકારીઓ દ્વારા દાખવવામાં આવતી ઉદાસીનતાને કારણે ઘુડખર માટે ઘુડખર અભ્યારણ જોખમકારક બન્યું છે સાતલપુર તાલુકા ના મઢુત્રા અને રોઝ વચ્ચે આવેલ જંગલ વિસ્તારમાં પાંચ જેટલા ઘુડખરના મોત થયા હોવાનું સ્થાનિક લોકોને ધ્યાને આવતા જંગલ ખાતાના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જંગલ ખાતાના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી સામૂહિક ઘુડખરના મોતના સમાચારથી ઘોર નિંદ્રા માં પોઢેલા જંગલખાતાના અધિકારીઓ તપાસ હાથ ધરવામાં આવી હતી. સાતલપુર આર.એફ.ઓ એ બે ઘુડખરના કુદરતી મોત થયા ની વાત સ્વીકારી હતી. પરંતુ સાતલપુર ના વાઈલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ કનૈયાલાલ રાજગોર દ્વારા પાંચ ઘુડખર ના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેઓએ ઘટના બાબતે વધુમાં જણાવ્યું હતું કે ઘુડખર ના મોત થયો તે વિસ્તાર કચ્છ ડેઝર્ટ વાઈલ્ડ લાઇફ સેન્ચ્યુરી ના ઈકો સેન્સીટીવ ઝોન મા આવે છે જ્યારે સાતલપુર નોર્મલ રેન્જ ની 1.6 કી.મી ત્રિજ્યામાં છે અને ઘૂડખર અભયારણ્યની ૧ કી.મી ની ત્રિજ્યામાં ઘટના બનેલી છે આ વિસ્તારમાં અંદાજે દસ હજાર એકર જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા કેપ્ચરીગ થયેલ છે જે બાબતે અમારા દ્વારા લેખિત રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ જંગલખાતા દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેન લઇને ઘૂડખરો ને અહીં રહેવું મુશ્કેલ બન્યું છે ઘૂડખરો ના મોતનું રહસ્ય જંગલખાતા દ્વારા ઉકેલવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટ બાય : ભરત સથવારા પાટણ