ગેરકાયદેસર રીતે ગાંજાના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ-ભુજ


હાલ રાજયમાં પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા. ગાંધીનગરનાઓ તરફથી કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે રાજયમાં તા.૦૧/૦૬/૨૦૨૧ થી ૨૧/૦૬/૨૦૨૧ સુધી દિન- ૨૧ ની એન.ડી.પી.એકટ ૧૯૮૫ હેઠળ સ્પે. ડ્રાઇવ (ઝુંબેશ) રાખેલ હોઇ જે અન્વયે જે.આર.મોથાલીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા સૌરભ સિંઘ , પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં એન.ડી.પી.એસ. નાં કેસો શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ઝાલા નાં માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફનાં પો.હે.કો. નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલા નાઓને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકીકત આધારે તુરંત વર્ક આઉટ કરી મજકુર ઇસમ અનીશ ઉફે હશન સલીમ આરબ, ઉવ. ૨૯, રહે. હરીનગર, શેરી નં. ૩, મુન્દ્રા-કચ્છ વાળાને તેનાં કબ્જાનાં રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ગાંજો પ કીલો ૮૬૫ ગ્રામ કી.રૂ.૫૮,૬૫૦/- તથા મોબાઇલ ફોન- ૦૧ કી.રૂ. ૫૦૦/- એમ કુલ રા. ૫૯,૧૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.