કચ્છ જિલ્લામાં ૩૦મી જુન-૨૦૨૧ સુધી હથિયારબંધી

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કુલદીપસિંહ ઝાલાએ હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરેલ હોઇ અને કચ્છ જિલ્લામાં કોવીડ- ૧૯ને અનુલક્ષીને મુકવામાં આવેલ પ્રતિબંધોની અનુલક્ષીને સમગ્ર કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ તા.૩૦/૬/૨૦૨૧ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ જાહેરનામા અન્વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનેયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.